દોડી રહ્યો છું ક્ષિતિજમાં ભાસતા એક છળની પાછળ
છે જ્યાં સહેરાઓની મેહફીલ એવા એક મૃગજળની પાછળ
છે મને તરસ શાની એથી હું અંજાન નથી
છળથી લૂંટી જાય કોઈ એટલોયે બેભાન નથી
પણ રાખવા એહસાસ કે જીવંત છું હજી
ચાલ્યો જાઉં છું રાખી નાહક ઉમ્મીદ ને આગળ
કરશે જરૂર અંત મારો સાલતી જે તમારી ખોટ
કે ના છોડીશ હું કદી મૃગજળનાં પાછળની દોટ
શક્ય બને ને કદાચ મારી યાદ રૂપી કબ્રને
ભીંજવે તમારાં નયનોના જળ નિર્મળ
છે જ્યાં સહેરાની મેહફીલ એવા કોઈ મૃગજળની પાછળ
દોડી રહ્યો છું ક્ષિતિજમાં ભાસતા એક છળની પાછળ
Very nice..
ReplyDeleteThank you
Delete