શબ્દોની રમતજાળથી પર આવીને જો
બની શકે તો સંસારથી પર આવીને જો
ગણ્યા ગણાય ના તેટલા પત્રો લખયાં મેં તુજને
રહી ગયી છે તેમની છાપ જે અફર આવીને જો
કરવા છતાંય પ્રયત્ન બાંધ હૃદય પર બંધાતો નથી
આંસુઓથી છે પલાળ્યા તે રૂમાલ આવીને જો
છે કર્યો બનતો ઉપયોગ રક્તનો, શાહીને સ્થાને
બચી ગયેલ મુજ શ્વેત કંકાલ આવીને જો
Comments
Post a Comment