લાગણીઓનાં દુકાળમાં પીડાતું હૃદય
બની ગયું છે એકલું, ને
શોધી રહ્યું છે આજ, કે
કાશ આવો તમે, ને લઇ જાઓ દૂર ઘણે
દૂર અંતરિક્ષની પાર, જ્યાં ના રહે કોઈ અવકાશ
કે કોઈ છીનવી શકે મુજ આકાશ
ને વિહરીએ આ મુક્ત ગગનમાં પંખી બની
ભયના હોય કે ના હોય કોઈ લાલચ જ્યાં
કે જીવતી સંવેદનાઓનું ના હોય કોઈ મરઘટ ત્યાં
આવો, આવો ને મીત મારા કે પ્રીતના હો ભણકારાં
ને ઉન્મત્ત બનીને ફરતા સુરજનેય
કરવી પડે આંખોં બંદ, ફેલાવો તમારા પ્રેમનો એવો ચળકાટ
છે ઘણી જે સાલતી તમારી મુજને ખોટ
પુરી દો, પુરી દો ને આવી વરસો બની વાદળી
ભીંજવો મુજ અસ્તિત્વને છીપાવો દો તૃષા
રોકી દો, રોકી દો મારી ઝાન્ઝવા પાછળની દોટ
Comments
Post a Comment