છે કેવો મૂર્ખ જે કરે છે એવી ચાહ
ઉભો ભેંકાર રણમાં ને માંગે વૃક્ષની છાંહ
માનવતાથી દૂર એવી એક વસાહતમાં
જ્યાંના હિંસક પશુઓ ખપાવે ખુદને માણસમાં
છે બધા અંધ અને મૂંગા
બેહરા ને લૂલા-લંગડા
ને ખુદના મનોરંજનને ખાતર
નાખે બીજાને આફતમાં
હતું ભોળું આ નાજુક દિલ જે
પાષાણને મનાવવા ગયું
પાણી નાખી થોર પર
જે અંબા વાવવા ગયું
કરી સૌની સેવા ખુશ તે બહુ થયું
ને માંગી બેઠું એ મૂર્ખ નાનીશી સરાહ
મરઘાટોનાં વિશ્વમાં એક નાનો જીવ
ચૂમે છે સર્પને ઈચ્છે પ્રેમ-પનાહ
છે કેવો મૂર્ખ જે કરે છે એવી ચાહ
Comments
Post a Comment