માંજરી આંખોંમાં મન મારું ખોવાઈ ગયું
દિલ નો'તું દેવું તને તોય દેવાઈ ગયું
દિલ નો'તું દેવું તને તોય દેવાઈ ગયું
શબ્દ એક પ્રેમનો સુણ્યો તો અર્થ જાણ્યો નહિ
તારી નજરોએ કર્યો સંદેશ પહેચાણયો નહિ
પત્ર જો તારો મળ્યો તો સમજાયું મને
પ્રેમ ના તાંતણે દિલ આપણું બંધાઈ ગયું
રોજનો સાથ તારો-મારો રોજનો આ સફર
હાસ્ય હોઠોંપર રમતું આંખથી મળતીજો નજર
કોઈ બહાને મને બોલાવ્યો, વાત છેડી પછી
હું કોણ, નામ મારુ શું, ભુલાઈ ગયું
હાસ્ય હોઠોંપર રમતું આંખથી મળતીજો નજર
કોઈ બહાને મને બોલાવ્યો, વાત છેડી પછી
હું કોણ, નામ મારુ શું, ભુલાઈ ગયું
હાથમાં હાથ તારો આવ્યો, હું સળગી રહ્યો
પ્રેત એક પ્રેમનો મળ્યો, મને વળગી રહ્યો
રજાનાં દિવસે તને જોવા તારી ગલીમાં ગયો
સાન ને ભાન તને જોઈ ને વિસરાઈ ગયું
પ્રેત એક પ્રેમનો મળ્યો, મને વળગી રહ્યો
રજાનાં દિવસે તને જોવા તારી ગલીમાં ગયો
સાન ને ભાન તને જોઈ ને વિસરાઈ ગયું
થયો નારાજ કોઈ વાતથી, દિલ દુઃખાયું હતું
હૃદયના દર્દથી નીકળ્યું, કાવ્ય લખાયું હતું
દુપટ્ટો તારો મારી બાહોંમાં વીંટાળાયો પછી
રિસામણાં નું દરેક કારણ ભુલાઈ ગયું
હૃદયના દર્દથી નીકળ્યું, કાવ્ય લખાયું હતું
દુપટ્ટો તારો મારી બાહોંમાં વીંટાળાયો પછી
રિસામણાં નું દરેક કારણ ભુલાઈ ગયું
પ્રથમ આ પ્રેમનું ચુંબન, અધરોને મળ્યું
પ્રથમ આ કાવ્યનું લેખન, શબ્દોને ફળ્યું
છે વરસાદની મૌસમ અને એકાંત અહીં
હૃદય પર તું, નામ બસ તારું લખાઈ ગયું
પ્રથમ આ કાવ્યનું લેખન, શબ્દોને ફળ્યું
છે વરસાદની મૌસમ અને એકાંત અહીં
હૃદય પર તું, નામ બસ તારું લખાઈ ગયું
ચોરી ચોરી થી મને મળવા ફરી આવી ગયી
મનમાં મેહક તારા નામની ફેલાવી ગયી
સોનેરી રેશમી ઝૂલ્ફોંથી ચાંદ ઢંકાઈ ગયો
આંખનું કાજળ પરોઢિયે સાવ ભૂંસાઈ ગયું
મનમાં મેહક તારા નામની ફેલાવી ગયી
સોનેરી રેશમી ઝૂલ્ફોંથી ચાંદ ઢંકાઈ ગયો
આંખનું કાજળ પરોઢિયે સાવ ભૂંસાઈ ગયું
થયાં જુદાં પણ હજીય મનથી જોડાયા છીએ
પ્રેમના ચક્કરમાં હજી બેય સપડાયા છીએ
રસ્તે ચાલતાં કોઈ વાર તું મળે જો મને
સૌથી ચોરાઈને એક સ્મિત તને અપાઈ ગયું
પ્રેમના ચક્કરમાં હજી બેય સપડાયા છીએ
રસ્તે ચાલતાં કોઈ વાર તું મળે જો મને
સૌથી ચોરાઈને એક સ્મિત તને અપાઈ ગયું
Comments
Post a Comment