હેય અને હાઈ માં સંકેલાઇ ગયા છીએ
તું ને હું માં આપણે વિખરાઈ ગયા છીએ
ઈરાદા ઘણા ને વાતો ઘણીય કરીયે ખરા
જીવન જંજાળમાં પણ ફસાઈ ગયા છીએ
વ્યસ્ત હોવું સારું, બસ ધ્યાન રાખજે એટલું
રહો ક્યાંય, મારા વિના લાગશે સદા એકલું
વર્ષો કદાચ વાતોય ના થાય શક્ય છે આપણી
ભાગ્યમાં એકમેકના તો લખાઈ ગયા છીએ
Comments
Post a Comment