સમયની સાથે સઘળાં ખોવાઈ જવાના રેતી પર લખાયા નામ, ભૂંસાઈ જવાના સાગરમાં એક ટીપાં જેવી હસ્તી આપણી બે ઘડી તરંગો, પછી સાવ ભુલાઈ જવાના હો પ્રકાશ ભલે નાનો, અંધારાને ઘટાડશે પ્રેમથી કહેલા બે શબ્દો, દિલના દર્દ મટાડશે રોજ સાંજે નવી વાટ પ્રગટાવવી જ રહી રાત ના દીવા છે, સવારે ઓલવાઈ જવાના પ્રશ્ન ઘણા જીવનમાં, જેનાં કોઈ ઉત્તર નથી આજના દિવસથી ઉત્તમ, બીજો અવસર નથી ભય ને ત્યાગો, ધ્યેય નું સદા ધ્યાન કરો છુપાયેલા સફળતાનાં માર્ગ દેખાઈ જવાના
I am not a poet. But these words came to me out of nowhere. I wrote them, read them and re-read them. Only one word could describe what I had written. Hence, they are my Poems.