Skip to main content

Posts

Showing posts from July, 2019

A collaborative effort.....

વ્યર્થ દુનિયામાં પ્રણય ને આંધળો કહેવાય છે તું નયન સામે નથી તો પણ દેખાય છે   - Nikhil Supekar   ક્યાંક તું વાંચે, મને ઓળખે અને યાદ કરે બસ આજ આશાથી આ કવિતા લખાય છે તને જોતા જ ભુલ્યો મને,  આમ કોઈ આંખોના દ્વારે, હૈયે સમાય છે   - Rakhee Thakur એ આવ્યા, મને જોયો અને મુસ્કુરાયા બસ આટલી જ વાત મને સમઝાય છે પ્રેમ હતો કે ભ્રમ શું જાણે હવે એ કિસ્સો સભામાં ચર્ચાય છે   - Rakhee Thakur સરળતા થી ભુલાય એવો પ્રેમ નથી આ વિષય મારી રચનાઓ માં આલેખાય છે જ્યાં જુઓ ત્યાં બધે એકજ વદન દેખાય છે કોઈ ને એક વાર જોયા બાદ આવું થાય છે?   - Nikhil Supekar   આજે પણ એની ગલી થી નીકળતા મને એના હાસ્ય ના ભણકારા વર્તાય છે આવ મારા આંશુ ની થોડીક ચમક આપું તને તું મને જોઈને બહુ ઝાન્ખી મલકાય છે   - Nikhil Supekar   આંસુઓથી છલકાયી આંખોં ને આજે કામ નથી આપવું તું સ્પર્શ થી સંભળાય અને હૃદય થી દેખાય છે હું કરું છું એની બંદ બારી પાર નઝર ત્યારે મારી આંખોં માં એક ડોકાય છે   - Nikhil Supekar   બારી બારણાં બંદ કરે શું મારો સ્નેહ રોકાશે પ્રેમ મારો સાગર છે જ્યાં કેવળ ભરતી જ થાય છે પ્રેમ માં...