Skip to main content

Posts

Showing posts from August, 2010

A Poem In Gujarati

ના કરવા છતાય મળવુ પડે છે, પ્રેમનો પારો મારા માથે ચડે છે. ધ્યાન કરીને કેટલુય હું વાંચવા બેસુ છુ, ને મન મારૂ તારા વિચારે ચડે છે. વર્ષ આખુ કાઢ્યુ મેં હરવા ને ફરવામા, થોથા જોઈ હવે મને આંટા ચડે છે. સ્વપ્ના જોયા માર્ક્સ્ સારા લાવવાના પણ, ના કરી મહેનત જે કરવી પડે છે. થાય ઈચ્છા જાઉં ભાગી આ બધુય છોડીને, તેમાય પાછો તારો પ્રેમ મને નડે છે. આવ્યો તને મળવા તો 'પ્રથમ ગ્રાસે મક્ષિકા', હોસ્ટેલના તારી પટાવાળાઓ નડે છે. માંડ મળ્યો ઍકાન્ત તોય લાગ્યો નહી ચાન્સ, કદીક તારી બેન ને અક્સર મારા દોસ્તો ખડે છે. છુ ઘણો વ્યથિત પણ થયો નથી નિરાશ, સફળતાનુ આજે જુનૂન મને ચડે છે. લખવુ છે ઘણુ મારા વ્યાકુળ મનને, પણ સાલુ આ પેજમા જગ્યા ઑછિ પડે છે. બાકી રહેલી તારી ચૉક્લેટને આપવા માટે, તારી હોસ્ટેલ મારે આવવુ પડે છે. પ્રેમનો પારો મારા માથે ચડે છે, ના કરવા છ્તાય મળવુ પડે છે.